મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલ મનપાના એર વાલ્વમાં પ્રેસર વધી જતાં વાલ્વમાં ભંગાણ થયાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ ઘટનાની જાણ કર્યા બાદ એક કલાક બાદ તંત્ર દ્વારા વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જો સમય સુચકતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત તો પાણીનો વેડફાટ થતો અટકી શક્યો હોત. શરૂઆતમાં પ્રેસર વધુ હોવાથી 50 ફૂટ ઊંચા ફુવારા થયા બાદમાં પ્રેસર ઘટતા 20 25 ફૂટ ના હતા. જોકે આમે પાણીની કિંમત જેને પાણી પરાણે મળતું હોય તેને જ સમજાય...