મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આગામી તારીખ 4 થી 8 ઓક્ટોબર દરમિયાન ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાનાર છે. જે અંતર્ગત આજે વેસ્ટ ઇન્ડિઝની ટીમનું આગમન થયું હતું. વડોદરાથી રાજકોટ આવેલી આ ટીમને નિહાળવા ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે ક્રિકેટ રસિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને પોતાના પ્રિય ક્રિકેટરોની એક ઝલક જોવા માટે પડાપડી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જામનગર રોડ પરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આ ટેસ્ટ મેચ રમાનાર છે. જે અંતર્ગત આજ રોજ રાત્રે 8 વાગ્યા આસપાસ ભારતની ટીમ પણ શહેરના 150 ફૂટ રિંગરોડ પરની ફોર્ચ્યુન હોટલ ખાતે આવનાર છે. તેમજ આ બંને ટીમો SCA ના અનુરોધને લઈને ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.