મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરનાં પેલેસ રોડ પર આજે સવારે ત્રણેક અજાણ્યા શખ્સો પોતાની જ સ્વીફટ કારમાં બેસેલા યુવાનને બહાર ખેંચીને બ્લુ કલરની હોન્ડા સીટી કારમાં નાંખી ભાગી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ એ-ડિવીઝન, ક્રાઇમ બ્રાન્ચ, અને એસઓજીની ટીમો સહિત એસીપી રાઠોડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

બીજીતરફ શહેરનાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર બનેલી આ ઘટનાને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે ગણતરીના કલાકોમાં જ યુવકને લઈ જનારા પરિચીતો હોવાનું અને આ તેમનો અંગત મામલો જ હોવાનું સામે આવ્યું હતું. હાલ ધોળે દિવસે ચકચાર મચાવનાર બંને પક્ષનાં લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. અને હાલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.