મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં ગઇકાલે અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં હત્યારાએ જ પોલીસને સામેથી ફોન કરીને હત્યા કરી હોવાની  જાણકારી આપી હતી. રાજકોટમાં પોતાની પત્નીથી કંટાડેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. પત્નીના ચારિત્ર પર શંકા જતાં આ ઘટનાને અંજામ આપ્યું હતું. 5 વર્ષ પહેલાં બન્નેએ પ્રેમલગ્ન કર્યાં હતા.

રાજકોટના અમનગર રોડ પર આવેલા મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને પાંચ વર્ષ અગાઉ નેહા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અને અત્યારે તેમને સંતાનમાં બે વર્ષની દીકરી છે. બાદમાં પતિ શૈલેષ સાસુ અંજુબેન, દિયર સુનીલ વારંવાર નેહાને ત્રાસ આપતા હોવાથી  નેહાએ 8 માસ પહેલા પતિ શૈલેષ સાથે છૂટાછેડા લઈ પિતાના ઘરે રહેવા આવી હતી અને પારસાણાનગરમાં અગરબત્તીના ગૃહઉદ્યોગમાં નોકરીએ લાગી હતી.

Advertisement


 

 

 

 

 

ગઇકાલે શૈલેષ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે  મે મારી પત્નીના ચરિત્રથી કંટાળી  તેની હત્યા કરી નાખી છે, ક્યાં હાજર થાઉં'. આ જાણકારી મળ્યા બાદ  જે જગ્યાએથી ફોન થયો હતો ત્યાં તરત યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી અને યુવકે પત્નીની લાશ પોલીસને સોંપી હતી. પોલીસ તપાસમાં આરોપી પતિએ પત્નીના ચરિત્રથી કંટાળીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું કબૂલ કર્યું હતું. શૈલેષએ પોલીસ તપાસમાં જણાવ્યુ હતું કે નેહાને અનેક યુવક સાથે લફરાં હતા. આ બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. છૂટાછેડા પછી પણ મને શંકા હતી કે નેહાને બીજા છોકરા સાથે લફરું છે.

તેના મોબાઇલ ફોનમાં બીજા છોકરાના ફોટા પણ હતા. આ અંગે મેં તેના પિતાને પણ વાત કરી હતી. મારી 2 વર્ષની દીકરી નેહા પાસે હતી. દીકરીને સરખી રીતે સાચવતી ન હોવાથી મારું મગજ પાંચ દિવસથી ભમતું હતું. મારે તેને મારી નાખવી હતી અને એવા જ વિચાર આવતા હતા પણ તક નહોતી મળતી. ત્યારે  શુક્રવારે રાતે સામેથી નેહાએ મને ફોન કરી બજરંગવાડી સુધી મૂકી જવાનું કહેતાં હું બોલેરો લઇને ગયો હતો અને ત્યાંથી સીધો અટલ સરોવર પાસે લઈ ગયો હતો. તેને નીચે ઉતારી છરીથી તેના પર તૂટી પડ્યો હતો, પણ છરી બટકી ગઇ હતી. નેહાએ બૂમાબૂમ ચાલુ કરતાં મેં ખભે રાખવાના ફાળિયાથી ગળાટૂંપો દઇ તેને મારી નાખી. એ પછી મેં જાતે જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. તેને મારી નાખ્યાનો મને જરાય અફસોસ નથી.

 નેહા ગઇકાલ રાત્રે માસીના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી પરંતુ તેનો ફોન ન લગતા નેહાના પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. રાત્રે  યુનિવર્સિટી પોલીસનો ફોન આવતા તેમની દીકરીની હત્યા થઈ હોવાની જાણકારી નેહાના પિતાને મળી હતી.