મેરાન્યુઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોના બનાવો દિનબદિન વધી રહ્યા છે. ત્યારે નાનામૌવા રોડ પર રહેતા પિતાએ પુત્ર અને પુત્રીને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા આપી દીધી હતી. બાદમાં પોતે પણ આ દવા પી લેતા ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં પુત્રનું મોત નિપજતાં પરિવારનો માળો વિખાઇ ગયો છે. હાલ પિતા - પુત્રીની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર મકાન વેચ્યા બાદ તેના પૈસા આપવાને બદલે ખરીદનારે કેસ કરતા આર્થિક સંકડામણમાં આવીને પિતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે પોલીસનાં જણાવ્યા મુજબ, નાનામવા રોડ નજીક રહેતા 45 વર્ષીય કમલેશ રામકૃષ્ણભાઈ લાંબડિયાએ તેની પુત્રી કૃપાલીબેન અને પુત્ર અંકિતને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવી હતી. સાથે જ પોતે પણ આ દવા પીધી હતી. જો કે પત્નીને ઉલટી થતા તેણે ભલે કોરોના થતો તેમ કહી આ દવા પીવાનું ટાળ્યું હતું. ઘટનાને લઈ પિતા-પુત્ર અને પુત્રીની તબિયત લથડતા ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતા.  જ્યાં ટૂંકી સારવાર બાદ પુત્ર અંકિતનું મોત નિપજ્યું છે. જ્યારે પિતા-પુત્રીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.


 

 

 

 

 

પોલીસની પ્રાથમિક તપાસમાં કમલેશભાઈની સ્યુસાઇડ નોટ સામે આવી છે. જેમાં જણાવ્યા મુજબ, સંતાનોના લગ્ન માટે માટે કમલેશભાઈ લીંબાડિયાએ પોતાનું મકાન વહેંચવા જાહેરાત આપી હતી. જેના આધારે એડવોકેટ આર.ડી.વોરાએ સંપર્ક કરી તેના સગા દિલીપ કોરાટને રૂા.1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું. જે મકાનના આર.ડી. વોરા અને દિલીપભાઈ કોરાટે 20 લાખ રોકડા આપ્યા હતા. જોકે બાકી નીકળતા રૂપિયા 1 કરોડની માંગ કરતા રૂપિયા આપી દીધા હોવાનું કહી પોલીસમાં અરજી કરી હેરાનગતી કરતા હતા અને હિતેશ અને ભાવિન નામના બે વ્યક્તિ રૂા.2.12 લાખ લઈને જતા રહ્યા હોઈ મકાન અને કારના હપ્તા ચડી ગયા હોવાથી સામૂહિક ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.