મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર બાબતે પોલીસને જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ તેમજ એ-ડિવિઝન પોલીસ દોડી આવી હતી. રજપૂતપરા વિસ્તારમાં આવેલી હોટલ સીટી ઈનમાં રમેશભાઈ ધામેચા નામના પુરુષે એક મિટિંગનું આયોજન કર્યું. તે દરમીયાન એક યુવતિ રૂમમાં રહેલા રમેશનાં સોનાનાં દાગીના તેમજ રૂપિયા લઇ ફરાર થઇ ગઈ હતી.
Advertisement
 
 
 
 
 
મળતી માહીતી મુજબ, રમેશભાઈ ધામેચા નામના યુવકે રાજકોટના રજપૂતપરા વિસ્તારમાં આવેલ હોટલ સીટી ઈનમાં એક મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં ભોપાલની એક યુવતી પણ સામેલ હતી. જોકે રમેશ ધામેચા વોશરૂમમાં જતા જ યુવતિ રૂમમાં રહેલા રમેશનાં સોનાનાં દાગીના તેમજ રૂપિયા લઇ ફરાર થઇ ગઈ હતી. રમેશ ધામેચા બહાર આવ્યા બાદ ચોરી થયાની જાણ થતાં તેમણે તરત પોલીસને જાણ કરી હતી. જેને પગલે એ ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી આવ્યો હતો.
પોલીસ તપાસમાં હોટેલના સીસીટીવીમાં યુવતી નજરે પડી હતી. સીસીટીવીના આધારે પોલીસે આરોપી યુવતીની શોધખોળ શરૂ કરી હતી. જો કે આ યુવતી ટ્રેનમાં ભાગી રહી હોવાથી પોલીસે તેણીને થાનગઢ નજીકથી ઝડપી પાડી હોવાની જાણકારી સામે આવી રહી છે. મુળ ભોપાલની વતની ઉર્વશી યાદવની થાનગઢ રેલવે સ્ટેશન પરથી તમામ મુદ્દામાલ સાથે પકડવામાં આવી છે.