મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: કોરોનાનાં દર્દીઓને જરૂરી સુવિધા આપવા માંગ સાથે NCPનાં નેતા રેશમાં પટેલ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રેશ્મા પટેલ અને કાર્યકર્તા દ્વારા કોરોના મુદ્દે સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. જોકે ખુદ રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા. માસ્ક વિના કલેક્ટર કચેરી પહોંચેલા રેશમાં પટેલ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

રેશમાં પટેલે જણાવ્યું હતું કે, ભાજપ નેતાઓ 'સોનાર બાંગલા' ની હાર પચાવી ના શક્યા અને ગુજરાતમાં આજ ગલીઓ ગલીઓમાં ધરણા કરવા બેઠા છે. જો કે ત્યાં કોઈ અટકાયત કરાઈ નથી. પણ અમે આવેદન આપવા ગયા તો ધરપકડ કરી. 'એક ને ગોળ અને એક ને ખોળ' સાબિત કરે છે કે, આ રાજકીય બળાત્કાર છે અરે ઓ પાટીલ ભાઉ ....આ ને કહેવાય લોકશાહીનું ખૂન"


 

 

 

 

 

NCPના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા આવ્યા હતા. રાજકોટ શહેર - જિલ્લાની પરિસ્થિતિ ગંભીર બનતા કોરોના કાબૂમાં લેવા સરકાર નિષ્ફ્ળ હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે આ સમયે ખુદ રેશ્મા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા અને નિયમનો ઉલાળિયો કર્યો હતો. જે સમયે વિરોધ કરતા NCPના મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ સહિતનાં કાર્યકર્તાઓની  પોલીસે અટકાયત કરી હતી. અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.