મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરમાં એક ટ્યુશન ક્લાસ સંચાલકે બિલ્ડર પાસેથી અઢી કરોડ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળી પરિવાર સાથે ગુમ થઇ ગયા છે. ગુમ થયા પહેલામાં કાલાવડ રોડ પર આવેલા પ્રદ્યુમન વિલામાં રહેતો પરિવાર જેમાં ટ્યુશન  સંચાલક 40 વર્ષીય વિજય ગોરધનભાઈ મકવાણા, તેમના પત્ની કાજલ તથા 11 વર્ષીય દીકરનો સમાવેશ થાય છે. વિજયભાઈ પર્સનલ ટ્યુશનનો વ્યવસાય કરે છે. તેઓએ પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પાસેથી રૂપિયા 2.5 કરોડ વ્યાજે લીધા હતા. હવે પઠાણી ઉઘરાણી શરૂ કરતા ઘરે પોલીસ કમિશનરને સંબોધી પત્ર લખી ઘર છોડીને પરિવાર જતો રહ્યો છે. આ પત્રના નીચે પ્રમાણે છે. 

‘આદરણીય પોલીસ કમિશનર સાહેબ, આ પત્ર લખનાર હું વિજય ગોરધનભાઇ મકવાણા. અત્રે જણાવવા માગુ છું કે, મારા કુટુંબના ત્રણ સભ્યો દ્વારા આજ રોજ કરવામાં આવેલા સામૂહિક આત્મહત્યા પાછળ એક વ્યક્તિ જે.પી. જાડેજા (જ્યાતિભાઇ જાડેજા) પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપ જેની વિગત આ પ્રમાણ છે. અમે એક એજ્યુકેટ પરિવાર છીએ. જે છેલ્લા 20 વર્ષથી ટ્યુશન કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા. ધંધાના વિકાસ માટે અમે 2013માં કે.કે.વી હોલની પાસે મોટુ બિલ્ડિંગ બનાવ્યું હતું. જેમાં 33 ટકામાં બાલાભાઈ આંદીપરા પાર્ટનર તરીકે હતા. પરંતુ તેના ભાગે આવતા પૈસાની વ્યવસ્થા ન થતા તેઓ પોતાની પાર્ટનરશીપ તરીકે જોડાય શક્યા નહીં.’

Advertisement


 

 

 

 

 

મને બીજા પાર્ટનર વ્યવસ્થા કરી લેવા જણાવતા તાત્કાલિક કોઇ પાર્ટનર નહીં મળતા મેં જે.પી. જાડેજા પાસેથી 2.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સિક્યુરિટી તરીકે આ જ બિલ્ડિંગમાં 30 ટકા હિસ્સો આપ્યો હતો. તેના કહેવાથી અમે સાથે મળીને પી.એન, એસોસિયેટ નામની એક ભાગીદારી પેઢી બનાવી હતી. જેમાં 70 ટકા હિસ્સો અમારા બન્ને ભાઇઓના નામે અને 30 ટકા હિસ્સો જે.પી. જાડેજાનો હતો. જેમાં તેને તેના કુટુંબની ત્રણ સ્ત્રીઓને 10-10 ટકા આપવા નક્કી થયું હતું. શરત મુજબ અને આ 2.5 કરોડના 3 ટકા વ્યાજ પેટે દર મહિને 7.5 લાખ ચુકવતા હતા. જે 2019 સુધી રેગ્યુલર વ્યાજ આપ્યું હતું.

થોડા સમય બાદ મનપા દ્વારા ટેક્નિકલ કારણ આગળ ધરીને બંધ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણ લાંબો સમય ચાલ્યું હતું. માટે બિલ્ડિંગમાં ચાલતો ધંધો બંધ થયો અને અમે આર્થિક દેવાદાર બન્યા. 2019માં એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે, અમારી પાસે બેંકમાંથી લીધેલી લોન ભરવાના પણ પૈસા નહોતા. આ સમયે જે.પી. જાડેજાને વ્યાજ આપવામાં પણ વહેલા-મોડું થવા લાગ્યું. માટે તેના તરફથી અવાર-નવાર ધાક ધમકી મળવા લાગી. જેના સાક્ષીરૂપે આપ અમારી ઓફિસમાં કામ કરતા સ્ટાફને પૂછી શકો છો. (ક્રિષ્ના મેમ, કિંજલ મેમ, બહાદુરભાઇ ભાવેશભાઇ, નિલેશભાઇ તેમજ પાડોશી પિયુષભાઇ પણ આ વાતના સાક્ષી છે)’

Advertisement


 

 

 

 

 

2019માં જે.પી. જાડેજાએ એવું કહ્યું કે, હવે તમે બેંકના હપ્તા ભરી શકતા નથી એટલે મારે ઘરે નોટિસ આવે છે. જો નહીં ભરો તો બિલ્ડિંગ સીલ કરી દેશે અને મારા 2.5 કરોડ પણ જાશે. અત્યારે બેંકની લોન (6.80 કરોડ અંદાજે) ભરી દઉં એટલે મારે તમારી પાસે 9.3 કરોડ લેવાના નીકળશે. અમે એવું કહ્યું કે આપ બિલ્ડિંગ લઈ લ્યો. ત્યારે જે.પી. જાડેજાએ એવું કહ્યું કે, આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ ગણાય માટે આટલું મોટુ રોકાણ શા માટે કરવું? અત્યારે બેંકની લોન ભરી દઉ બિલ્ડિંગ જ્યારે વેચાય ત્યારે મારે કુલ 9.3 કરોડ રૂપિયા અને તેનું વ્યાજ મળી જે રકમ થાય તેનાથી ઉપરના પૈસા તમારા. અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો માટે અમે સહમત થઇ ગયા.

સમયાંતરે 2 વખત બિલ્ડિંગ રિનોવેટમાં ખૂબ મોટી રકમનો ખર્ચ કર્યો છે. એ પણ એવા સંજોગોમાં કે જ્યારે બિલ્ડિંગમાં મનપા દ્વારા કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નહોતી. આવા સંજોગોમાં જો અમારા નીકળતા પૈસા નહીં આપવામાં આવે તો અમારે મજબૂરીથી ખોટુ પગલું ભરવું પડશે. જેના જવાબદાર વ્યક્તિ જે.પી. જાડેજા હશે. કારણ કે, બિલ્ડિંગ પાછળ અમે અમારૂ સર્વસ્વ લૂંટાવી દીધું છે અને પૈસા ન મળે તો અમારે મરવા સિવાય કોઇ વિકલ્પ નથી. જેની સિરિયસ નોંધ લેશો. જો અમારા નીકળતા પૈસા શનિવાર સાંજના 6 વાગ્યા સુધીમાં નહિ મળે તો હું, કાજલ અને દીકરી સાથે આત્મહત્યા કરી લઇશ. જેના આપ જ જવાબદાર હશો. કારણ કે, તમે અમારી સાથે છળકપટ કર્યુ છે. જેની સજા તમારે ભોગવવી જ પડશે. તમે અમને બહુ હેરાન કર્યા છે. અમારા ઘરની સ્ત્રીઓ પર બહુ અત્યાચાર કાર્યો છે. મારા બાપુજીની આંખમાં તમારા કારણે આવેલા આંસુ હું ક્યારેય નહીં ભૂલી શકું. ભાઇનો તો તમારી દાનત પર પહેલેથી જ વિશ્વાસ નહોતો. મેં તમારા પર વિશ્વાસ રાખ્યો હતો એની સજા હું તો ભોગવીશ પણ તમને નહીં છોડું.

Advertisement


 

 

 

 

 

અત્યારે મને ફોન કરવાનો પ્રયત્ન ન કરશો. મારો સંપર્ક નહી થાય. મેં આપેલા સમયે હું એક વ્યક્તિનો સંપર્ક કરીશ કે પૈસા આવ્યા છે કે નહી. જો નહીં આવ્યા હોય તો એ જ સમયે અમે ત્રણેય ખૂબ જ ઝેરી દવા પી લઇશું. એ જ સમયે આ સાથે જોડેલો પત્ર પોલીસ કમિશનરને પહોંચી જશે. કારણ કે, હવે પૈસા વગર જીવાય એમ નથી. અમારી હાલની પરિસ્થિતિના જવાબદાર માત્ર તમે જ છો.’

લી.

વિજય મકવાણા
કાજલ મકવાણા
નિયતી મકવાણા