મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટના ક્રિસ્ટલ મોલ માં છેડતીની ઘટના સામે આવી છે. ગુરૂવારના રોજ એક તરુણી પોતાના પરિવાર સાથે મુવી જોવા ક્રિસ્ટલ મોલમાં પહોંચી હતી ત્યારે કેટલાક શખ્સો દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી. જે બાદ તરુણીના પિતાએ પ્રતિકાર કરતા છેડતી કરનારા શખ્સો દ્વારા તરુણીના પિતાએ તેમજ ભાઇને માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તરુણીના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નો કાફલો શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ધસી ગયો હતો. ત્યારે તરુણીના પરિવારજનો દ્વારા છેડતી તેમજ માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. તો બીજી તરફ શખ્સો વિરુદ્ધ આ તમામ આરોપ લાગ્યા તો તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી છે. ક્રિસ્ટલ મોલમાં બનેલ બનાવ અંગે બંને પક્ષો તરફથી સામસામી અરજી કરવામાં આવી છે ત્યારે હાલ પોલીસે બંને પક્ષોની અરજી સ્વીકારી પોલીસ તપાસ શરૂ કરી છે.

છેડતીના આરોપી શખ્સો (અંદાજે 20નું ટોળું) તે પૈકીના રવિ વારગીયા અને સાવન પરમાર ( બંને. રહે આંબેડકરનગર, એસટી વર્કશોપ પાસે, ગોંડલ રોડ) દ્વારા પોસીસને અરજી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ ન લેવી તેમજ સામેવાળા પર એટ્રોસિટી દાખલ કરવી, અમે ક્રિસ્ટલ મોલમાં બીજા માળે ટ્રેન્ડ શો રૂમ પાસે કપડાની ખરીદી કરવા કલર પસંદ કરતાં હતા ત્યાં આ લોકો આવ્યા અને તેના  ત્રણ સાગરિતોએ અમારી પાસે આવીને નામ અને જાતી પુછી હતી અમે અનુ. જાતિ કહેતા તે ચારેયએ અમને જાતિ પ્રત્યે બેફામ અપશબ્દો બોલ્યા અને અમે કાંઈ ન કર્યું તો ચારેયએ અમને બે પોલીસ વાળા અશ્વિન ડાંગર અને દિવ્યરાજ જાડેજા પાસે એક સંપ કરીને સ્ટીલના પાઈપથી અમારા પર હુમલો કર્યો હતો અને તે લોકોએ અમને છોકરીના છેડતીના કેસમાં ફીટ કરી દેવાના છે. તે પછી અવું કહ્યું કે અમારા ઘરનો સ્ટાફ જ પોલીસમાં છે. આખી રાત પુરીને મારશું.તેમણે આ ઘટનાને એક ષડયંત્ર પણ કહ્યું હતું. જોકે છેડતીની ફરિયાદ સામે એટ્રોસિટીની ફરિયાદ એ હાલ પોલીસ માટે પ્રશ્ન છે, કારણ કે ખરેખર છેડતી થઈ હતી કે યુવકો સાચું કહે છે. યા ખરેખર મારપીટ આ શખ્સોએ કર્યા પછી એટ્રોસિટીના કાયદાને સામે હથિયારની જેમ વાપર્યો છે તે તમામ પ્રશ્નો પરથી પોલીસ હવે તપાસ કરીને પડદો ઉચકશે. હાલ આ મામલો ઘણો ગરમ બન્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં જુઓ સીસીટીવી...