મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: તાજેતરમાં સરકાર દ્વારા રાંધણગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવતા મહિલાઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. જેને લઈને મહિલાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે મહિલા કોંગ્રેસ દ્વારા આ રોષને વાચા આપવા માટે અનોખો વિરોધ કરી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસની મહિલાઓએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં દેશી નાનો ચૂલો રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.