મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસનો આણંદપર બેઠક પર વિજય થતા કોંગી કાર્યકરોએ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જેનાથી પ્રેરાયને રાજકોટના બેડી ગામ પર ભાજપની જીત થતા કાર્યકરોએ ખુલ્લે આમ 500-500ની નોટ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જીતનો જશ્ન ઉજવતા ભાજપના કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતા

બીજીતરફ રાજકોટ વિરાણી હાઈસ્કૂલની બહાર વિવિધ ગામોથી વાહનો લઇને લોકો ઉમટી પડ્યા છે. ચૂંટણીના પરિણામોને લઈને જાહેર જનતામાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યી છે. તમામ લોકો કોરોનાની ગાઈડ લાઈન ભૂલ્યા છે. ગામેગામથી લોકોના ટોળે ટોળા રાજકોટ વિરાણી હાઈસ્કૂલની બહાર ઉમટી પડ્યા છે. અત્યારે મતગણતરીની પ્રક્રિયા ચાલતી હોવાથી ગામના લોકો વધુ પ્રમાણમાં મતગણતરી કેન્દ્ર આગળ ધસી આવ્યા છે. તેવામાં રાજકોટની વિરાણી સ્કૂલ બહાર મેળાવડો જમાવી બેઠા છે. આ તમામ લોકોનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.