મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે મત ગણતરી યોજાઇ હતી. જેમાં ભાજપે જિલ્લા-તાલુકા પંચાયતમાં જીત મેળવી છે. સામાન્ય રીતે ઉમેદવાર અને પક્ષના કામકાજને પસંદ કરી લોકો મતદાન કરતા હોય છે. જેમાં આ વખતે સૌથી વધુ મત ભાજપને તો મળ્યા જ છે. પણ 25 હજારથી વધુ એવા લોકો એવા પણ સામે આવ્યા છે કે જેમણે કોઇ પક્ષના ઉમેદવારને મત આપ્યો નથી. અને નોટાનું બટન દબાવ્યું છે. 

સતાવાર આંકડા મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોમાં નોટાને 14523 મતો મળ્યા છે. તો સાથે જ રાજકોટ તાલુકા પંચાયતની 11 સીટોમાં રાજકોટ તાલુકામાં 1381 મત, ઉપલેટાની 18 બેઠકો પર 850 મત, ધોરાજીની 16 બેઠકો પર 660 મત, લોધિકાની 16 બેઠકો પર 441 મત, જેતપુરની 20 બેઠકો પર 1710 મત, જામકંડોરણાની 16 બેઠક પર 620 મત, કોટડાસંગણીની 16 બેઠક પર 837 મત, વીંછીયાની 18 બેઠક પર 968 મત, ગોંડલની 22 બેઠક પર 991 મત, જસદણની 22 બેઠકો પર 1589 મત અને પડધરીની 16 બેઠક પર 824 મત નોટાને મળ્યા છે.