મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરની ભાગોળે આવેલા ગામોમાં છેલ્લા 40 કરતા વધુ દિવસથી ફરતા સિંહોને બે દિવસ પહેલા જ વન વિભાગની ટીમે પાંજરે પૂર્યા હતા. જેને પગલે લોકોએ પણ હાંશકારો અનુભવ્યો હતો. પરંતુ વિરડા વાજડી ગામે એક ચોકીદારે દીપડો જોયો હોવાની વાત સામે આવતા ફરીવાર લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. દીપડાને કોઈએ કેમેરામાં કેદ કરી લેતા તેના ફોટાઓ પણ વાયરલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પડધરીના રોજિયા ગામની નદીમાં દીપડો દેખાયો હતો. એટલું જ નહીં આ પછી કાલાવડના પીઠડીયા ગામે પણ ખુલ્લા મેદાનમાં દીપડો જોવા મળતા ખેડૂતો-મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે હવે કાલાવડ રોડ પર વિરડા વાઝડી ગામે દીપડો જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. અને વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.