મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરના યાજ્ઞિક રોડ પર વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં મહિલા એડવોકેટે પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતા ચકચાર મચી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના યાજ્ઞિક રોડ પરના રાજેશ્વરી કોમ્પ્લેક્ષમાં દિવ્યા એમ વિઠા નામની એડવોકેટ મહિલાએ પોતાની જ ઓફિસમાં આપઘાત કર્યો હતો. અગમ્ય કારણોસર તેણીએ પંખા સાથે લટકી જઈને જીવતરનો અંત આણ્યો હતો. બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને વકીલ દરજ્જાની મહિલાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે જાણવા પૂછપરછ શરૂ કરી છે.