મેરાન્યુઝ નેટવર્ક.રાજકોટ: કાગદડી નજીક આવેલા શ્રી ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના કથિત આપઘાત મુદ્દે કરણીસેના મેદાને આવી છે. અને આપઘાત નહીં હત્યા હોવાના આરોપ સાથે સવાલો ઉઠાવ્યા છે. સાથે મહંત મૃત્યુ પામ્યા ત્યારે તેમના પાર્થિવ દેહ ઉપર લીલા ચાંભા હોવાનો આક્ષેપ પણ કરણીસેનાએ લગાવ્યો છે. ત્યારે રાજકોટ જ નહીં ગુજરાત, રાજસ્થાનમાં વર્ચસ્વ ધરાવતા અને મહામંડલેશ્વર 1008ની પદવી ધરાવતા મહંત જયરામદાસબાપુએ ડીસીપીને શંકાસ્પદ મુદ્દાની તપાસ માટે લેખિત આવેદન પાઠવ્યું છે. તો ડીસીપીએ પણ તટસ્થ તપાસની ખાતરી આપી છે.

ડીસીપી પ્રવિણકુમાર મીણાને આવેદન પાઠવનાર મહેશ રાજપૂત, ચંદુભા પરમાર, મહિલા આગેવાન અને પૂર્વ કોર્પોરેટર મનીષાબા વાળા સહિતના આગેવાનોએ આ પ્રકરણમાં અમુક તત્વો દ્વારા સ્તય છુપાવાઇ રહ્યાની રજૂઆત કરી હતી. કાગદડી આશ્રમ સાથે 15 વર્ષથી જોડાયેલા મહિલા આગેવાન મનીષાબા વાળાએ કહ્યું હતું કે, મહંતના મૃત્યુના સમાચાર મળતા પોતે આશ્રમ પહોંચ્યા હતા. પરંતુ કોઇ કારણોસર બાપુનો મૃતદેહ પડ્યો હતો એ રૂમ સુધી જતા અટકાવાયા હતા. જોકે બાપુને જ્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવાતા હતા, ત્યારે ગળા તેમજ હાથમાં લીલા કલરના ચાંભા ( માર મારવાથી પડે તેવા નિશાન) હતા. આશ્રમ આવી પહોંચેલા હિંમતનગર આશ્રમના મહંતે સંદેહ વ્યક્ત કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ રાખ્યો હોવા છતાં ટ્રસ્ટીઓએ નહીં કરાવીને અંગ્નિસંસ્કાર કરી પુરાવાનો નાશ કર્યો હતો.

Advertisement


 

 

 

 

 

વધુમાં જણાવાયું હતું કે, બાપુને વિક્રમે માર માર્યો ત્યારે વિક્રમ સાથે ટ્રસ્ટી વકીલની હાજરી હતી તેનું અને ખોટુ ડેથ સર્ટિફિકેટ આપનાર ડોક્ટરની હજી સુધી પૂછપરછ કેમ નથી કરાતી ? વધુમાં વિક્રમ અને ટ્રસ્ટી વકીલ સહિતના મળતીયાઓએ અત્યાર સુધી બાપુ પાસેથી કેટલા પૈસા પડાવ્યા છે, એની તપાસ થવી જરૂરી છે. વિક્રમના મળતીયાના નામ શા માટે છુપાવાઇ રહ્યા છે? બાપુએ ગૌશાળાના દવાખાનામાંથી પીધેલી દવા પીને આપઘાત કર્યાનું જાહેર કરાયું છે. પરંતુ તેનાથી પશુના મોત પણ નથી થતાં. ત્યારે કોઇ જંતુનાશક ઝેરી દવા પાઇ દેવાયાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. તો આશ્રમની ગૌશાળા-જમીન ઉપર કોના ઇશારે કબજો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે? તેની તપાસ કરવા અને મહંતે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ મીડિયામાં  જાહેર કરવામાં આવે તેવી પણ કરણીસેનાએ માગણી કરી છે.