મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા પરાપીપલીયા ખાતે એક એઈમ્સ હોસ્પિટલની ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે એઈમ્સની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જોધપુર એઈમ્સની ટીમ રાજકોટ આવી હતી અને આગામી સમયમાં વર્ગો શરૂ થવાના છે. ત્યાં નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં મેડીકલ કોલેજ ખાતે ડીન સાથે મહત્વની બેઠક યોજી હતી.

એઈમ્સની ટીમમાં જોધપુર અને અમદાવાદ સહિતના અધિકારીઓ જોડાયા હતા. એઈમ્સની ટીમે પૂર્વ ડીન અને રાજકોટ એઈમ્સના ઓફિસર તરીકે નિમણૂંક પામેલા ડો.ગૌરવી ધ્રુવ સાથે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડના ઉપરના ભાગે જ્યાં વર્ગો શરૂ થવાના છે, ત્યાં નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં મેડીકલ કોલેજ ખાતે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જ એઈમ્સ અને આગામી સમયમાં શરૂ થનાર વર્ગો અંગે ચર્ચા કરવામાં આવી હતી.