મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન દિવસ છે. રાજકોટ જિલ્લામાં કુલ 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ છે જેમાં હજારો લાખો મતદારો મતદાન કરવાના છે. આ દરમિયાન વીરપુરમાં એક મતદાન મથક પર મતદાન કરવા આવેલા મતદાર મતદાન મથકમાં મોબાઈલ અંદર લઈને જવા માગતા હતા. જોકે પોલીસે તેને મતદાન મથકની બહાર જ મોબાઈલ લઈ જવા બાબતે રોક્યા હતા. તે પછી મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરતાં મામલો બીચક્યો હતો. કોન્સ્ટેબલ અને મતદાર વચ્ચે બે-બે હાથની મારા મારી થઈ ગઈ હતી. અહીં સુધી કે આ મામલાની જાણ થતાં તાત્કાલીક એસપીને પણ સ્થળ પર દોડી આવવાનું થયું હતું.
Advertisement
 
 
 
 
 
કોન્સ્ટેબલે મતદારને ત્યાં જ જોરદાર ફેંટ પર ફેંટ મારીને ઢીબી મુક્યો હતો. જે પછી પોલીસ વડા બલરામ મીણા ઘટના સ્થળે દોડી ગયા હતા. મતદારને માર મારનારા કોન્સ્ટેબલને પણ તેમણે તાત્કાલીક અન્ય સ્થળ પર ફરજમાં મુકી દીધો હતો. ઘટા એવી છે કે, કોન્સ્ટેબલ પરેશ સિંધવ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અહીં મતદાન મથકે ફરજ દરમિયાન મતદાર રાજુભાઈ નાનુભાઈ ધાંધલ મતદાન કરવા આવ્યા હતા. દરમિયાન પરેશ અને નાનુભાઈ વચ્ચે મોબાઈલ લઈ જવા મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં બંને વચ્ચે ઝબાઝપી શરૂ થઆ જતાં રાજુભાઈને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જોકે આ ઝપાઝપી વખતે રાજુભાઈ પર પરેશે એક પછી એક મુક્કા વરસાવતા લોકો પણ વચ્ચે પડ્યા અને મામલો જવા દેવા કહ્યું, પરંતુ પરેશ છોડવા તૈયાર ન થયો.
અહીં સુધી કે મતદારે એવું પણ કહ્યું કે હું આવું છું તમે મારશો નહીં. જોકે પોલીસ કર્મચારી છત્તાં મારતો રહ્યો. આખરે આજુબાજુ વાળા અન્ય મતદારો પણ આ મામલામાં વચ્ચે પડ્યા અને તેમને છોડાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ સ્થળ પર આવી ગયા હતા. તેમણે કહ્યું કે, મતદાર અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં મતદાર બુથની અંદર મોબાઈલ લઈને જવા માગતા હતા પણ ડ્યૂટી પર રહેલા કર્મચારીએ ના પાડતા મતદારે ગેરવર્તન કર્યું હતું. જે દરમિયાન થયેલી બોલાચાલી બાદમાં ઉગ્ર બની ગઈ હતી. અમારી પાસે મતદારે ગેરવર્તન કર્યાના પુરાવા પણ છે. બંનેએ જે કર્યું તે સાવ અમાન્ય છે. અમે આગળ કાર્યવાહી કરીશું.
Advertisement