મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરનાં કાલાવડ રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તાર નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે આવતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારે બાઇકને ઠોકર મારતા બાઇક દીવાલ સાથે ધડાકા ભેર અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને તેમના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા તેમજ ઘાયલ બાઈક ચાલકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટનાને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.