મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. મોરબી, વાંકાનેરમાં ગતરોજ જ બાળકી સહીત બે લોકોના મોત થયા છે જ્યારે આજે આટકોટના આરોગ્ય અધિકારીનું જ મોત નિપજ્યું છે.  જસદણ તાલુકાના આટકોટ ખાતે તેઓ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

આરોગ્ય અધિકારી ડો. સુનીલ ચૌધરીની પુત્રીની ઉંમર 19 વર્ષની હતી. તેમની પુત્રી સમીક્ષા રાજકોટના બંજરંગ વાડીમાં રહેતી હતી અને તેને બે વખત ડેન્ગ્યૂ થયો હતો.

આ અંગે બાબત એવી સામે આવી છે કે, ડો. સુનિલ ચૌધરી આટકોટમાં આરોગ્ય અધિકારી છે અને તેઓ રાજકોટ શહેરની બજરંગ વાડી ખાતે રહે છે. તેમની દીકરી સમીક્ષાને અગાઉ પણ બે ડેન્ગ્યૂ થઈ ચુક્યો હતો.  પુત્રી સમીક્ષાને વધુ એક વાર ડેન્ગ્યૂ થયો હતો. તેને બે દિવસથી તાવની અસર હતી. તેણીની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે પછી તેને વધુ સારવાર માટે તાત્કાલીક જીનેસીસ હોસ્પિટલમાં ખસેડી હતી. તેનો ડેન્ગ્યૂ રિપોર્ટ પોઝિટિવ હતો અને તે પ્રમાણે સારવાર શરૂ કરાઈ હતી. જોકે બે જ દિવસની સારવારમાં સમીક્ષાનું મોત થયું હતું. તેના મોતથી પરિવાર શોકમાં સરી પડ્યો હતો.

હવે જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે અને કામગીરી હાથ ધરી છે. હવે ડો. ચોધરીના જ ઘર પાસેના 112 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો અને 45 ઘરોમાં ફોગીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમની પુત્રીનું મોત બે દિવસ પહેલા થયું હતું અને તે પછી હેલ્થ વિભાગ દ્વારા કામગીરી વધારી દેવામાં આવી છે.