મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટ શહેરમાં આવેલ સોની બજારમાં લોકડાઉન નો ફાયદો ઉઠાવી ગઠિયાઓએ જવેલર્સની દુકાનને ટાર્ગેટ બનાવી 2.47 લાખના દાગીના ચોરી કર્યા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીની ધરપકડ કરી કુલ 2 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરની સોની બજારમાં ગત તારીખ 4 મેં ના રોજ વધુ એક વાર સોનાની તસ્કરીની ઘટના સામે આવી હતી. ઘરેણા બનાવતા એક યુનિટમાં તસ્કરો ત્રાટકયા હતા અને 2.47 લાખની કિંમતનું શુઘ્ધ 24 કેરેટ 50 ગ્રામ સોનુ તસ્કરો ચોરી કરી ગયા હતા. જેમાં CCTV ફુટેજના આધારે તપાસ કરી પોલીસ રોહિત એદરિયા , અજય ઉર્ફે કાનબટીયો બરાસિયા અને દિનેશ વાહનેકીયા નામના 3 આરોપીની ધરપકડ કરી કુલ 2 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

 

 

 

 

રાજકોટની સોની બજારમાં બોઘાણી શેરીમાં આવેલી પેટા ગલીમાં હનુમાનજીના મંદિર પાસેના એક મકાનમાં એમ.ડી.ગોલ્ડ નામનું સોનાના ઘરેણાનું યુનિટ આવેલું છે. જેમાં ગત તારીખ 4 મેં ના રોજ રાત્રીના 1.56 વાગ્યા આસપાસ ત્રણ તસ્કરો આવ્યા હતા. જેમાંથી 2 શખ્સો દિવાલ કુદી મકાનમાં આવ્યા હતા અને ત્યાં કાઉન્ટર વગેરે ફંફોરી શુઘ્ધ કાચુ 24 કેરેટ 50 ગ્રામ જેટલુ સોનુ ચોરી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ એમ.ડી.ગોલ્ડના માલિક જીજ્ઞેશભાઇ આડેસરાને બીજા દિવસે થતા તુરંત તેઓ સીસીટીવી ફૂટેજ લઇ એ-ડીવીઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.