મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ GIDCના એક્ઝીક્યુટીવ એન્જિનિયર હિતેન્દ્ર પરમાર પાસેથી 1.33 કરોડ રૂપિયાની અપ્રમાણસરની મિલકત મળી આવતા ACB (લાંચ રુશવત વિરોધી બ્યૂરો)એ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન 35.37 ટકા અપ્રમાણસર મિલકત હોવાનું ACBની તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટ GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ)ના એક્ઝીક્યુટીવ એન્જિનિયર અને હાલ અધિક્ષક ઈજનેર વર્ગ-1ના અધિકારી વિરૂદ્ધ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર પાસેથી તપાસ કરવા અંગે મંજૂરી મળી હતી. લાંચરૂશવત વિરોધી બ્યૂરોને પોતાની પ્રાથમિક તપાસમાં હિતન્દ્ર પરમાર અને તેમના પરિવારના સભ્યોની મિલકત સંબંધી બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા. તપા, દરમિયાન માલુમ પડ્યું કે તમેની કાયદેસરની આવક રૂ. 3, 59,90,077  છે અને તેમના રોકાણ અને ખર્ચ 4,59,94,016 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આથી 1,00,03,939ની અપ્રમાણસરની મિલકતો વસાવ્યાનું જાણવા મળ્યું છે. હિતેન્દ્ર પરમારે તેમના બેંક ખાતામાંથી ચેક મારફતે 22,75.027 રૂપિયા ઉપાડ્યા છે.

પોતાની કાયદેસરની ફરજ દરમિયાન હિતેન્દ્ર પરમારે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી અને તે નાણાનો ઉપયોગ કરી પોતાના નામે મિલકતોમાં રોકાણ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હિતેન્દ્ર પરમાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13 (બી) તથા 13 (2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

[કોઈ સરકારી અધિકાીર-કર્મચારી કામ માટે લાંચની માગણી કરે તો તેની જાણ ACBને ટોલ ફ્રી નંબર 1064 અથવા 079-22-866-722, ફેક્સ નંબર 079- 22-86-228, વોટસએપ નંબર 90-99-911-055 પર જાણ કરી મદદ માગી શકાશે.]