મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ગાંધીગ્રામ પીઆઈ ખુમાનસિંહ વાળા વતી 1 લાખનો તોડ કરવાનો એક રાઈટરનો ઓડિયો વાયરલ થયો હતો જેમાં એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. એસીબીમાં ભરાવી દેવાની બીક બતાવી પોતાના મનસુબા પુરા કરવા માગતા હોવાની વિગતો સામે આવતા કેસ નોંધાયો છે. આ કેસમાં પીઆઈને બાટલીમાં ઉતરાવા માટે ઘડાયેલા ખેલમાં બે કોન્સ્ટેબલ અને પીએસઆઈ સામે કેસ નોંધ્યો છે.

રાજકોટ ગાંધીગ્રામ પી. આઈ. ખુમાનસિંહ વાળા વતી એક લાખમાં સેટિંગ્સ કર્યાનો લાન્ચ માગતો રાઈટરનો ઓડિયો વાયરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર ૧૩૪૦/૨૦ મુજબ ૨૮ દારૂ ની બોટલ હોન્ડા સીટી કારમાં બિનવારસી મળી આવતાં નમન બકુલભાઈ શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરી, આરોપીને નહીં મારવાના અને તપાસમાં આગળ નામ નહીં ખોલવાના ત્રણ લાખ માંગતા આરોપીના ભાઈ અંકિત શાહનો પી. આઈ. વાળા શાથે થતા સેટિંગ્સનો ઓડિયો પી. આઈ વાળા દ્વારા પૈસાની હાઈહોયથી ત્રાસી ગયેલા અને ખોટી રીતે ભોગ બનેલા પોલીસ સ્ટાફ દ્વારા ACB નો સંપર્ક કરવા સલાહ આપતા ACBનો કોન્ટેક્ટ પણ કર્યો હતો પરંતુ અંકિતના ગ્રુપમાંથી પોલીસને વાતની ગંધ આવી જતા ગાંધીગ્રામ પોલીસ શરણે થઇ સમાધાન કરી લીધુ અને વચલો રસ્તો કાઢ્યાનું ચર્ચાઈ રહ્યું છે.

રવિવાર ૨૮ જુન સાંજે ૭.૩૦ થી ૮.૩૦ દરમ્યાન પી. આઈ શાથે મોબાઇલ ફોનથી કોન્ટેક્ટ કરતા રુબરુ પોલીસ સ્ટેશનમાં બોલાવતા ઘી ના ઠામ મા ઘી પડી ગયુ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે જો યોગ્ય તપાસ થાય તો તે સમયની કોલ ડિટેઈલ તેમજ CCTV ફુટેજ અને ઓડિયો ક્લિપ દ્વારા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી શકાશે અગાઉ દાખલ થયેલ ગુના મુજબ આ કેસમાં પણ ACB લાંચિયાને ખુલ્લા પાડશે કે ભીનુ સંકેલાઈ જશે તે જોવાનું રહ્યું.

નોંધાઈ પોલીસ ફરિયાદ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં PSI અને બે પોલીસ કોન્સટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દારૂના કેસના આરોપીના ભાઇનું અપહરણ કરીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇ વિરુધ્ધ એસીબીમાં ખોટી ફરિયાદ કરવા માટે દબાણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પીએસઆઇ એમ.બી. જેબલિયા અને બે પોલીસકર્મીઓ વિરુધ્ધ ફરિયાદ થતાં ચકચારી પ્રકરણમાં મોટો ધડાકો થયો છે.