મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં એક ફર્નિચરના ધંધાદારીએ બિલ્ડરના ત્રાસથી ત્રણેક દિવસ પહેલા ઝેર ગટગટાવી લીધું હતું. બિલ્ડર જમનભાઈ કનેરિયા દ્વારા તેમના પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના પત્ની દ્વારા બિલ્ડર સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

રાકેશભાઇએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘સૌને જયશ્રીકૃષ્ણ  જય માતાજી. હું રાકેશ જિંદગીથી કંટાળી પગલું ભરૂ છું, ખૂબ જ થાકી ગયો છું. હવે આરામ કરવા માંગુ છું. બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો, મને ગલત ન સમજતા. એક બે કામમાં ફસાઇ જતાં નુકસાન થયું છે. જમનભાઇ વ્રજ પેલેસવાળાનું 1,40,000નું કામ રાખેલ ને બે સવા બેનો હિસાબ થાય છે, હવે ટોર્ચર કરે છે. વાત થઈ તી કામની એનાથી વધારે કામ વધી ગયું. મેં કોઈ વસ્તુબની ના નથી પાડી ઠીક છે. બ્રિજેશ તેજસ તારી મમ્મીથનું ધ્યાંન રાખજો, એને દુઃખી થવા ન દેતાં. મને માફ કરશો હું રીતે જઈ રહ્યો છું. ભાઈ આનંદ માફ કરજે, છોકરાવનું ધ્યાંન રાખજે. શિવ લેમિનેટવાળા અશોકભાઇ મારા ભાઇથી વિશેષ છે, મારૂ ખૂબ રાખ્યું  છે. અશોકભાઈ માફ કરજો હવે તમને જવાબ દેતા થાકી ગયો છું. કોઇ દિવસ કંઇ પણ તમે બોલ્યાી નથી. જરૂરથી વધારે તમારો ઉપયોગ કર્યો છે. કોઇ દિવસ તમે માલની ના નથી પાડી. હું કોઇ દિવસ ટાઇમ પર પૈસા આપી શક્યોા નથી. મને માફ કરશો, તમારા જેવી વ્યંક્તિો દુનિયામાં નહીં થાય. અશોકભાઇ મારી પાસે બીજો કોઇ રસ્તોમ નથી.’

‘સીપી સાહેબ તમને વિનંતી કે મારા પરિવારને કોઈ હેરાન ના કરે...’

રાકેશભાઇએ આગળ લખ્યું  છે કે, ‘પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ તમને વિનંતી કે મારા પરિવારને કોઇ હેરાન ના કરે. જેને પૈસા આપવાના છે તેને આપી દીધેલ છે. વધારે પૈસા માટે મારા ગયા પછી મારા પરિવારને કોઇ હેરાન ન કરે. રાજકોટના ઉદ્યોગપતિ, સેવાકીય સંસ્થાપઓને નમ્ર અપીલ કે મારો મોટો દીકરો બ્રિજેશ ભણવામાં હોશીયાર છે, પ્લી ઝ તેને મદદ કરશો. પાટીદાર ધાણાદાળવાળા અનિલભાઇ મારા પરિવારનું ધ્યાભન રાખજો. તમે ખૂબ જ સેવાકીય પ્રવૃતિ કરો છો એટલે તમને ભલામણ કરૂ છું. શોભા મને માફ કરી દેજે. મારા હિસાબે હવે તને કે છોકરાવને હેરાન નહી થવા દઉ. હિમત રાખજે, છોકરાવનું ધ્યામન રાખજે. હું સદાય તારી પાસે છું. બે ચાર વર્ષની વાર છે પછી છોકરા તૈયાર થઇ જશે. અનિલભાઇ (ધાણાદાળવાળા) મારા છોકરાવનું ધ્યાીન રાખજો, તમને એનું વળતર આપી દેશે. મારા છોકરાવને હમેંશા રાજાની જેમ રાખ્યાા છે. મને માફ કરશો.’

રાકેશભાઈએ વધુમાં લખ્યું છે કે, ‘બ્રિજેશ, તેજસ, શોભા, આનંદ, હેતલ મારી પાછળ કોઇ ખોટા ખર્ચા કે વિધિ કરતાં નહીં, કોઈ શોક રાખતા નહીં, તેની કોઇ જરૂર નથી. એક્ટીીવાની બુક મનિષભાઇ આહિર પાસે છે તે લઇ લેજો. હું થાકી ગયો છું. મારે આરામ કરવો છે. સૌ કોઇ માફ કરજો. શોભા કપડા પહેરવામાં કોઇ બદલાવ ન કરતી, હું સદાય તારી સાથે જ છું. હિંમત ન હારતી. મેં કોઇ દિવસ કોઇનું ખરાબ નથી કર્યું, પણ મારી સાથે આવું કેમ થાય છે તે મને ખબર નથી. આ દુનિયા એ મારા ભોળપણ અને સચ્ચા ઇનો ખુબ જ લાભ લીધો છે તેનું દુઃખ છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ મારા પરિવારને મદદ કરજો. સુરત ડાયમંડ કિંગ મહેશભાઇ સવાણી, સવજીભાઇ ધોળકીયા તમારો મોટો ફેન છું. મારે તમારી જેમ બિઝનેસ કરવો હતો. પરંતુ સફળતા ન મળી, નસીબે સાથ ન આપ્યોન. તમને રિક્વેબસ્ટુ કરૂ છું કે મારા પરિવારને મદદ કરશો. થઇ શકે તો માફ કરશો...સૌને જયશ્રી કૃષ્ણં.’