મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે માત્ર 8 વર્ષની બાળકી પર બે સંતાનોના પિતા અને પીડિતાની સહેલીના દાદાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવતા અરેરાટી ફેલાઈ છે. શામજી નામનો આ શખ્સ બાળકીને ખારેક ખવડાવવાની લાલચ આપી રૂમમાં લઈ ગયો હતો. ત્યારબાદ માર મારીને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. સમગ્ર મામલે બાળકીની માતાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પીડિત બાળકીની માતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, બપોરે દીકરી શાળાએ ગઈ હતી. બાદમાં ક્લાસ ટીચરે ઘરે આવીને મને પૂછ્યું કે, તમારી દીકરી ઘરે આવી ગઈ? જેને પગલે તેણી શાળાએ ગઈ હોવાનું જણાવતા શિક્ષિકાએ કહ્યું કે, મેં તમારી દીકરીને તેની બહેનપણીને બોલાવવા માટે મોકલી હતી પરંતુ તે હજુ સુધી પરત ફરી નથી. જેથી શાળાએ જઈ તપાસ કરતા દીકરી શાળાના ત્રીજા માળેથી ઉતરતી હતી. 

જેથી તેને પૂછ્યું કે તું ક્યા ગઈ હતી. ત્યારે દીકરીએ રડતા રડતા આપવીતી જણાવી હતી અને કહ્યું કે, બહેનપણીને બોલાવવા તેના ઘરે ગઈ ત્યારે તેના દાદા ઘરે એકલા હતાં અને તેને કહ્યું કે આવ તને ખારેક ખવડાવું અને પછી રૂમ બંધ કરી દીધો હતો. જે પછી મને મારવાની ધમકી આપી મારી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. મેં ના પાડતાં મને ઝાપટ મારી હતી અને ફરી મુખમૈથુન કરાવ્યું હતું. દરમિયાન શિક્ષિકા ઘરે આવી જતાં દાદાએ કહ્યું હતું કે અહીંયા કોઈ આવ્યું જ નથી અને તરત મને સ્કૂલ ડ્રેસ પહેરાવી શાળાએ મોકલી દીધી છે.