મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા હાલમાં જ લોકો માટે ખુલ્લા મુકાયેલા લોક મેળાને હજુ ચાર દિવસ થયા નથી ત્યાં કેટલાક તુરંત અરબોપતિ બની જવાના હોય તેમ શોર્ટકટ મારી કમાઈ લેવાની વૃત્તિને પગલે લોકોના આરોગ્યને જોખમમાં મુકી દેતા હોય છે. રાજકોટના આ લોક મેળાના ચોઢા દિવસે અચાનક આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. (વીડિયો અહેવાલના અંતમાં દર્શાવાયો છે)

રાજકોટ મહાનગર પાલિકા દ્વાલા લોકોના આરોગ્યને ધ્યાને લઈ ચેકીંગ શરૂ કરતાં ખાસ કરીને ખાણીપીણીના સ્ટોલ પર સઘન કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે 47 સ્ટોલ પર ચેકીંગ કરી 29 સ્ટોલ ધારકોને નોટિસ આપી હતી. 68 કિલો અખાદ્ય સામગ્રીને નાશ પણ કરી હતી. કારણ કે તે બીલકુલ ખાવા યોગ્ય ન હતી.

હવે બાબત એવી બને છે કે જ્યારે આવી કાર્યવાહી થાય છે ત્યારે લોકોના માનસ પર તે સ્થાનને લઈને ધૃણાનો અનુભવ થાય છે. લોકો વિચારે છે કે લોકમેળામાં જવું પણ ત્યાં ખાવુંપીવું નહીં. જેથી જે લોકો ઈમાનદારીથી ધંધો કરે છે તેવા લોકોના ધંધા પર પણ અસર પહોંચે છે. જોકે આરોગ્ય વિભાગની આ કામગીરીએ ઘણા લોકોના ઘરમાં માંદગીનો પ્રવેશ થતો મહદ અંશે રોક્યો છે.

જોકે તેનું કારણ એ છે કે આરોગ્ય વિભાગે ન ફક્ત નોટિસ ફટકારી પણ અખાદ્ય ચીજોનો 68 કિલો જેટલો જથ્થો નાશ કર્યો જેમાં વાસી બ્રેડ, સુધારીને રાખી મુકેલું ફ્રુટ, ફૂડ કલર, લસ્સી, માવા કેન્ડી વગેરે જેવા સામાનનો નાશ કર્યો છે. આ સાથે જ સ્થળ પરથી 23 તમાકુ પડીકી પણ પકડી પાડવામાં આવી હતી.