મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજરોજ સાંજના સમયે શહેરના લાતીપ્લોટ વિસ્તારની શેરી નંબર 11માં આવેલા ટાયરના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી તો વિકરાળ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા. આગને કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગયો હતો. જો કે ઘટનાની જાણ થતાં  4 જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગને પગલે લાખો રુપિયાનું નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.