મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે સ્કુલમાં ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા 3 ટન ઓક્સિજન પૂરું પાડવામાં આવે તો 500 બેડની હોસ્પિટલ શરૂ થઈ શકે તેમ છે. અને આ માટેના પ્રયાસો પણ હાલ ચાલી રહ્યા છે. આ કોવિડ સેન્ટરમન એક પણ રૂપિયો દર્દી પાસેથી લીધા વિના સારવારની સાથે કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૌષ્ટિક ભોજન અને ટી-પોસ્ટ દ્વારા દૂધ કોફી તેમજ ચા આપવામાં આવશે. 

રાજકોટ બિલ્ડર ઓસો.નાં પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડ ન મળવાની ફરીયાદો ઉઠી હતી. ત્યારે વહિવટી તંત્રની મંજૂરી લઇને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો દ્વારા એચ.સી.જી હોસ્પિટલનાં સહયોગ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ 50 બેડ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે 200 બેડની સુવિધા સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવી છે. અને સમયાંતરે 500 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.


 

 

 

 

 

ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. જો વહિવટી તંત્ર દ્વારા 3 ટન ઓક્સિજન ફાળવવામાં આવે તો તમામ 500 બેડની સુવિધા શરૂ થઇ શકે તેમ છે. દર્દીઓને દાખલ કરવા માટે કોવિડ સેન્ટર દ્વારા હેલ્પ લાઇન પર 12 ઓપરેટરને બેસાડવામાં આવ્યા છે. જોકે હાલમાં હોસ્પિટલ પાસે આઇ.સી.યુની સુવિધા નહીં હોવાથી ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.