મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસમાં ઘટાડો થયો છે. અને પરિસ્થિતિ કાબુમાં છે જેથી કરીને હાલ પુરતા બેડ વધારવાની કોઈ જરૂર નથી. તેમ પત્રકાર પરીષદમાં જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું. જોકે શહેરમાં કોરોનાના કેસ ઘટવા છતા હોસ્પિટલો ઉપર ભારણ વધુ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર અને અન્ય જિલ્લાના દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં વધી રહી છે. છતા પણ બેડ કે ઓક્સિજન બાબતે કોઈ ચીંતા કરવાની જરૂર નથી તેવી હૈયા ધારણા કલેક્ટરે આપી છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, જીલ્લાની પરિસ્થિતિ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ કથળવા ઉપર છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે સંયુક્ત રીતે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી કરી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ત્યાંજ સારવાર આપવામાં આવે. પણ હાલ પરિસ્થિતિ અંતી ગંભીર છે અને દર્દીઓ અતિ ક્રિટીકલ કંડીશનમાં રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા હોય હોસ્પિટલો ઉપર ભારણ વધુ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. શહેરમાં હાલ 1487 જેટલા ઓક્સિજન બેડ ઉપલબ્ધ હોવાનું એડીશનલ કલેક્ટરે જણાવ્યું હતું.