મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરના કોઠી કમ્પાઉન્ડ રોડ પર સમી સાંજે ડબલ મર્ડરના બનાવથી સનસનાટી મચી ગઇ છે. કોર્ટ કેસના મનદુઃખમાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ઇમરાન અલતાફભાઈ પઠાણે રુખડીયા પરા ફાટક નજીક પોતાના સાસુ ફિરોઝાબેન નૂરમહમદ પઠાણ ઉ.45ને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી અને પોતાની પત્ની નાઝીયા તથા મામાજી નઝીરભાઈ અખ્તરભાઈની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. 

આ પછી ઇમરાને ઘરે જઈ પોતાના 2 પુત્રો અલ્લુ ઉ.7 અને ઈકાન ઉ.8ને સાથે રાખી અગ્નિસ્નાન કરી લેતા ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સંતાનોની કસ્ટડી બાબતે ચાલતા કોર્ટકેસના મનદુઃખમાં આ હત્યાકાંડ સર્જાયાનું જાણવા મળે છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, પીઆઇ એલ.એલ. ચાવડા અને ટીમ વધુ તપાસ કરે છે.