મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ  શહેર કોંગ્રેસ દ્વારા 'EVM સુરક્ષિત નથી'નાં આક્ષેપ સાથે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ વહીવટી તંત્ર દ્વારા EVM સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. પરંતુ ત્યાં પણ વાઈફાઈ દ્વારા EVM માં ચેડાં થવાની પૂરતી સંભાવના છે. એટલું જ નહીં સ્ટ્રોંગ રૂમ નજીક 'નમો' વાઈફાઈ પકડાઈ રહ્યું હોવાનાં પુરાવાઓ પણ કોંગ્રેસે રજૂ કર્યા છે. સાથે જ વાઈફાઈથી ચેડાં ન થાય તે માટે જામર મુકવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ 'નમો' વાઈફાઈ પકડાતું હોવાના આરોપો લાગી ચુક્યા છે. એટલું જ નહીં કેટલાક સ્થળોએ તો કોંગ્રેસ દ્વારા EVM સ્થળે 24 કલાકનો ચોકી પહેરો ગોઠવાઈ ચુક્યો છે. જો કે હજુસુધી ક્યારેય પણ EVM માં ચેડાં થવાની કોઈપણ સાબિતી ક્યારેય મળી નથી. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપોને ભાજપ દ્વારા નકારવામાં આવી રહ્યા છે. અને EVM સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.