મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના વોર્ડ ૭માં એક ઈવીએમ આખેઆખું બદલાઈ ગયું હોવાની ‌ફરિયાદથી હોહા મચી હતી. બૂથ નંબર ૪૪ પરનું એક ઇવીએમ (નંબર ૭૯૬૭૨) ખોટવાયા બાદ રિપેરિંગમાં મોકલાયું. પાછું આવ્યું ત્યારે આખું ઇવીએમ બદલી ગયું હોવાની ફરિયાદ કોંગ્રેસે કરી છે. આ મામલે કોંગી કાર્યકરે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ પણ કરી છે. 

બીજી તરફ રાજકોટમાં અન્ય ત્રણ ઇવીએમ પણ મતગણતરી દરમિયાન ખરાબ થઈ ગયા હોવાની માહિતી પણ મળવા પામી છે. જેના પગલે પણ કોંગ્રેસમાં નારાજગી સાથે રોષ ફેલાયો છે. ઇવીએમ બદલાઈ જવાની ઘટનાને પગલે કોંગ્રેસે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને નિષ્પક્ષ ચૂંટણી સામે સવાલો ઊઠાવ્યા હતા.