મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં આજે ત્રણ વ્યક્તિ ભૂગર્ભ ગટરમાં ફસાઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર સ્થિતિને પગલે બે વ્યક્તિને તો તાત્કાલીક દોડી આવેલા સ્થાનિકોએ બચાવી લીધા પરંતુ એક વ્યક્તિની હાલત ગંભીર બની ગઈ હતી. સ્થાનિક ધારાસભ્ય સહિત મનપાની ટીમ અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.  શહેરના ભગવતીપરા વિસ્તારમાં ભુગર્ભ ગટર સાફ કરતા ત્રણ મજૂરો ફસાયા હતા. ભુગર્ભ ગટરમાં ફસાયેલા ત્રણ મજૂરોનું સ્થાનિક અને ફાયરબ્રિગેડની ટીમે રેસક્યૂ કર્યું હતું. સ્થાનિક અને ફાયરબ્રિગેડની મદદથી મજૂરોને બહાર કાઢી સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.

રાજકોટમાં મોટી દુર્ધટના ટળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં ભુગર્ભ ગટર સાફ કરતા ત્રણ મજૂરો ફસાયા હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ત્રણ વ્યક્તિ ગટરમાં ગરકાવ થયાના મેસેજ મળતાં તંત્ર પણ ચોંકી ગયું હતું. ભુગર્ભ ગટર સાફ કરતા ત્રણ મજૂરો ફસાઇ જતાં સ્થાનિક અને ફાયરબ્રિગેડની મદદથી ભુગર્ભ ગટરમાં ફસાયેલા ત્રણ મજૂરોનું રેસક્યું કરાયું હતું. રેસક્યું કરાયેલા ત્રણ મજૂરો પૈકી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર બનાવના પગલે ધારાસભ્ય અરવિંદ રૈયાણી ઘટનાસ્થળ પર પહોંચી બનાવ અંગેનો તાગ મેળવ્યો હતો.