મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ :  ધોરાજીના સ્વાતિ ચોક પાસે રહેતા અને ધોરણ નવમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે જઈ તેનો મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે તપાસનીશ અધિકારી હિતેશ ગરેજાએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને જરૂરી પંચનામાની કાર્યવાહી કરીને મૃતકના મૃતદેહનું પીએમ કરાવીને કાયવાહી હાથ ધરાઈ છે. અને તેના પરિવરજનોની પૂછતાછ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન તેના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે યોગી ૯માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જેના ઓનલાઇન લેક્ચર લેવાતા હતા. જેના દબાણ હેઠળ આવી તેને  આ પગલું ભર્યું છે. જેને લઇ યોગીના પરિવારજનોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઈ હતી.