મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ હાલમાં જ સુરતમાં ત્રણ ઝોનમાં પાન-મસાલાના ગલ્લાઓને 7 દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર એવો વધી રહ્યો છે કે આવા ઘણા આકરા નિર્ણય કરવા જ પડે તેમ છે. રાજકોટમાં પણ હવે આવી જ સ્થિતિ છે. રાજકોટમાં કોરોનાના કેસ ધડાધડ વધી રહ્યા છે. જોકે આ દરમિયાનમાં વાત ચાલી રહી હતી કે, રાજકોટમાં હવે 8 દિવસ માટે કેટલીક દુકાનોને ફરી લોક થવાનો વારો આવ્યો છે પણ આ અંગે ખુદ કલેક્ટરે વીડિયો મારફતે જાણકારી આપી કે, આ નિર્ણય માત્ર ધોરાજી પુરતો છે શહેરોમાં લોકો પોતાની રીતે નક્કી કરે અને રાજકોટ માટે પણ તેમણે શું કહ્યું તે આવો જાણીએ.

પહેલા વાત એવી ચાલી રહી હતી કે, ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, માસ્ક, ભીડ થવી વગેરે જેવા કારણોસર રાજકોટમાં ચાલી રહેલી ચાની કીટલીઓ, પાન-મસાલાના ગલ્લા, વગેરે બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જોકે એ વાત ખરી છે કે સોશિયલ ડિસ્ટંસિંગ સહિતના નિયમો ન પાળનાર ધંધાઓ સામે રાજકોટ તંત્રએ લાલ આંખ કરી છે.

રાજકોટમાં હાલ 1865 કેસ એક્ટિવ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે જોખમ ઊભુ થયું છે. રાજકોટ માટે ત્વરિત પગલા આવશ્યક બની ગયા છે. કારણ કે અતાયર સુધી 13 પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, પણ રાજકોટ હવે વધુ પોતાનાઓને ગુમાવવા માગતું નથી. આવો જાણીએ કલેક્ટર શું કહે છે, જુઓ વીડિયો