મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજે બપોરનાં સમયે ધોરાજી-ઉપલેટા અને જેતપુરમાં પણ 4.1ની તીવ્રતાનો એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 25 કિમી દૂર નોંધાયું છે. આંચકો આવતા લોકો ગભરાટનાં કારણે ઘરની બહાર દોડી ગયા હતા. જો કે સદનસીબે ખૂબ થોડી સેકંડો માટે આવેલા આ ભૂકંપથી ખાસ કોઈ નુકસાન થયું નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, આજે બપોરે 3 : 59 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું. આ ભૂકંપના આંચકાનો અનુભવ ઉપલેટા ઉપરાંત જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં થયો હતો. આ પહેલા સવારે 10 : 32 વાગ્યે જામનગર જિલ્લામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અને તેનું કેન્દ્ર બિંદુ જામનગરથી 35 કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ નોંધાયું હતું.