મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના શાસ્ત્રી મેદાનમાંથી આજે મૃત હાલતમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી તેના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં આજે બપોરે શાસ્ત્રી મેદાનના નવા બસસ્ટેન્ડની બાજુમાં એક નવજાત શિશુ હોવાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ નવજાત શિશુ મૃત હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી તેના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.