મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના મોરબી રોડ પર ગણેશનગર શેરી ન. 3માં રહેતા અને આ વિસ્તારમાં બારદાનના ગોડાઉનોમાં ચોકીદાર તરીકે કામ કરતા ગોવિંદભાઇ ભાદાભાઈ ચાવડા (ઉંમર 65 )નામના વૃદ્ધ ગઈકાલે ગૂમ થયાં બાદ આજે તેલ મિલ પાછળની બારદાન ગલીમાં પડેલા જુના પડતર બારદાનના ઢગલા નીચેથી લાશ મળી આવતા ચકચાર જાગી છે. દોરીથી ફાસો દઈ હત્યા નિપજાવી લાશ જુના કોથળા નીચે છુપાવી દીધાનું બહાર આવ્યું છે
           
બનાવની જાણ થતાં બી ડિવિઝન પીઆઇ ફર્નાન્ડિઝ, પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઈ ધગલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. ગોવિંદભાઇ ગઈકાલે ગૂમ થયાની જાણ તેમના પરિવારજને બી ડિવિઝનમાં કરી હતી. બનાવ હત્યાનો હોવાની શંકા સેવાઇ રહી છે. લાશનું મોઢું માથું ખવાઈ ગયા હોય તેવા થઈ ગયા છે. પોસ્ટમોર્ટમ બાદ પોલીસ તપાસ આગળ વધશે. બનાવ સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા છે.