મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડમાં યોજાઈ હતી. શહેરમાં ખરાબ રોડ બાબતે વિપક્ષ દ્વારા જનરલ બોર્ડમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવતા વિરોધ કરી રહેલ કોર્પોરેટરોને બોર્ડની બહાર કાઢવા મેયરે માર્શલને આદેશ કર્યા હતા. તેમજ કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડમાં રામઘુન બોલાવવામાં આવી હતી. કોંગ્રેસનાં વિરોધ વચ્ચે અરજન્ટ દરખાસ્તો બહુમતીથી પસાર કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં વિરોધ વચ્ચે અધ્યક્ષ દ્વારા જનરલ બોર્ડને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.માં પીજીની પરીક્ષાઓને લઈ ઉગ્ર રજૂઆત

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેવાનાર PG ની પરીક્ષાઓમાં બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીટ બેજ પ્રમોશનની માંગ સાથે NSUIએ કુલપતીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામા આવી હતી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના ધ્યાનમાં રાખી જો ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી PGના બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીટ બેજ પ્રમોશન આપ્યું હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેમ નહીં ? તેવા સવાલો પણ કરવામાં આવ્યા હતા.