મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે શહેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. અને કોંગ્રેસના કોર્પોરેટર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત કુલ બે ડઝનથી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આજે ભાજપનાં પેજ સમિતિનાં કાર્યક્રમ દરમિયાન આ તમામે કેસરિયો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હાથે કેસરિયો ધારણ કરનારા કોંગી આગેવાનો  

1.) લાભુભાઇ ખીમાણીયા (શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને આહિર સમાજ દ્વારકાના પ્રમુખ)

2.) માસુમાબેન હેરભા (કોર્પોરેટર વોર્ડ નં.15)

3.) હિરેનભાઇ ખીમાણીયા (પૂર્વ પ્રમુખ રાજકોટ યુથ કોંગ્રેસ)


 

 

 

 

 

4.) રામભા હેરભા (અગ્રણી વોર્ડ નં.15)

5.) નિલેશભાઇ રામભાઇ હેરભા

6.) રાવતભાઇ લક્ષ્મણભાઇ હુંબલ (કોંગ્રેસ અગ્રણી ઘંટેશ્વર)

7.) રમેશભાઇ બાલાસરા

8.) અશ્ર્વિનભાઇ ખીમાણીયા (વોર્ડ નં.10, કોંગ્રેસ અગ્રણી)

9.) ઘનશ્યામભાઇ હેરભા (ટ્રસ્ટી પી.ડી.માલવીયા કોલેજ)

10.) દાનાભાઇ કુંગસીયા (પૂર્વ સ્ટે.ચેરમેન)

11.) મુકેશભાઇ દેસાણી (પ્રમુખ, વૈષ્ણવ સાધુ સમાજ ગુજરાત)

12.) રાજેશભાઇ બાબુભાઇ જોષી

13.) નંદુભાઇ મુલચંદાણી

14.) પ્રફુલાબેન રાજેશભાઇ જોષી

15.) સંજયસિંહ વાઘેલા

16.) અશ્વિનભાઇ લાભુભાઇ કુંગસીયા

17.) હરેશભાઇ નારણભાઇ કુંગસીયા

18.) અમરભાઇ શંકરભાઇ મુલચંદાણી

19.) નિરંજનભાઇ કાંતિલાલ સોલંકી

20.) કાસમભાઇ જુનાચ

21.) દેવાયતભાઇ અરજણભાઇ કુંગસીયા

22.) ભાવેશભાઇ રઘુભાઇ કુંગસીયા

23.) સંજયભાઇ મિયાત્રા

24.) જીતુભાઇ કુંગસીયા

25.) રાજ રાજેશભાઇ જોષી

ઉપરોક્ત તમામ કોંગી આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.ફેેબ્રઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે બે ડઝનથી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા અનેક વોર્ડમાં ભાજપ વધુ મજબુત બને તેવી શકયતા જોવામાં આવી રહી છે. અને કોંગ્રેસને ઘણો મોટો ફટકો પડવો પણ નિશ્ચિત મનાઈ રહ્યો છે.