મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા લોહીનાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલા બે મશીનો ચાઈનાનાં છે. જેને લઈને ચાલતો વિવાદ વધુ વકર્યો છે. આજ રોજ આ મામલે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં આ ખરીદીના કારણે આવનારા 5-7 વર્ષમાં કરોડો રૂપિયા ચાઈના જવાની શકયતા વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ કલેક્ટરને આઈસોલેશનમાં મોકલવા એ સરકારનું ષડયંત્ર હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે.