મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થાય તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવી પહોંચ્યા છે. અહીં તેમણે આમ્રપાલી અંડરબ્રીજ ખુલ્લો મુકવાની સાથે અન્ય 4 બ્રીજ સહિત કરોડોનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ દિવસભર તેમના વિવિધ કાર્યક્રમોનું રાજકોટમાં ખાસ આયોજન કરાયું છે. 

રૂપાણી દ્વારા રૂ. 25.53 કરોડના ખર્ચે તૈયાર થયેલ આમ્રપાલી અન્ડરબ્રીજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મુકાયો છે. તો સાથે જ રૂ. 239 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા 4 અન્ડર અને ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું છે. આ ઉપરાંત પંચનાથ હોસ્પિટલમાં બનેલા નવા બિલ્ડીંગનું લોકાર્પણ અને રૂડાના રૂપિયા 46 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરાયું છે.

બપોર બાદનો મુખ્યમંત્રી રૂપાણીનો સમગ્ર કાર્યક્રમ 

2:00 કલાકે રાજકોટ શહેર પોલીસ કાર્યક્રમ, પોલીસ હેડ ક્વાટર્સ

3:00 કલાકે રાજકોટ જિલ્લા સેવા સદન કાર્યક્રમ - ધર્મેન્દ્ર કોલેજ

4:00- 5:00 કલાકે રામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં હાજરી

5:00-6:00 કલાકે ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમ - સયાજી હોટલ કાલાવડ રોડ

6:00 કલાકે પેજ કમિટી કાર્યક્રમ, અમૃત સાગર પાર્ટી પ્લોટ, 150 ફિટ રિંગ રોડ

7:00 કલાકે ગાંધીનગર જવા રવાના થશે.