મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને લઈને લોકોની સાથે-સાથે વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે NCP નાં દિગ્ગજ નેતા રેશ્મા પટેલ અને શહેર પ્રમુખ સંદીપ ડોબરીયા સહિત કાર્યકર્તાઓ પણ સિવિલ હોસ્પિટલનાં દર્દીઓની મુલાકાતે પહોંચ્યા હતા. જો કે તેઓ હોસ્પિટલની અંદર પ્રવેશે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી હતી. જેને લઈને રેશ્મા પટેલે 'ભાજપ સરકાર હાય હાય' નાં નારા લગાવ્યા હતા.