મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં હાલમાં સ્થિતિ એવી છે કે અહીં ભાઈ અને દાદાઓ વધી ગયા છે. રોજબરોજ એકાદ ગુંડો પોતાની છાપ ઊભી કરવા વિવિધ પેંતરા અપનાવે છે જોકે તેની પાછળ પોલીસની કામગીરી પણ એટલી જ જવાબદાર છે. આ શખ્સોમાં પોલીસનો ખોફ છે જ નહીં. પોલીસ અને કાયદાની છટકબારીઓ, જેલમાં પણ તેમને હવે પોતાનું લાગવા લાગ્યું છે. આવા શખ્સોને કારણે સામાન્ય લોકો પોતાનું રોંજીદું જીવન ગભરાતા ગભરાતા જીવતો હોય છે. રાજકોટના રાજનગરમાં પોતાનો રોફ જમાવવા માગતા આવા જ એક શખ્સે છરીની અણી પર દુકાનો બંધ કરાવવાની અને લોકોને ડરાવવાના પ્રયત્નો કર્યા છે. પોલીસે તેને પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટના રાજનગર ચોકમાં દારુના નશામાં ચપ્પુ લઈને એક શખ્સ જાહેરમાં આવી ગયો હતો અને એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જાહેરમાં તે રોફ જમાવતો જોવા મળ્યો હતો અને તેણે છરીની અણીએ દુકાનો બંધ કરાવી અને લોકોને ડરાવવાના પ્રયત્નો કર્યા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બનાવને પગલે માલવીયા નગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લુખાતત્વોની ઓફીસમાં તપાસ કરતાં અંદરથી દારુની બોટલો અને હથિયારો મળી આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જુઓ સીસીટીવી ફૂટેજ