મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ભરૂડી ટોલનાકા  (Bharudi toll gate) ખાતે વારંવાર તકરાર થતી હોય છે. આ કારણે અહીં અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગતવર્ષે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો પણ ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો. ત્યારે ફરીવાર ટોલ મુદ્દે ઘર્ષણની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે અંદર ઘુસી કર્મચારીને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ, ઘટના 14 જાન્યુએ બની હતી. કાર ચાલકનું નામ  પ્રહલાદસિંહ ચુડાસમા અને ટોલબૂથના કર્મચારી મોહન રાઠવા છે. સંચાલકો દ્વારા ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને પોલીસે આરોપી પ્રહલાદસિંહ ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.


 

 

 

 

 

વિડીયોમાં જોઈ શકાય છે કે, કાર ચાલક ટોકનાકા ખાતે ઊભો રહે છે. બાદમાં કર્મચારી સાથે બોલાચાલી કરીને કાર નીચે ઉતરે છે અને ટોલકર્મીની કેબિનમાં જઇ ઝપાઝપી કરે છે. એટલું જ નહીં  ટોલકર્મીના માથાના વાળ પકડીને તેને ઢોર માર અને લાતો તેમજ તમાચા મારી રહ્યો છે. જો કે થોડીવારમાં બૂથમાં બેઠેલા લોકો બહાર દોડી આવે છે. અને કર્મચારીને છોડાવવામાં આવે છે.