મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઑક્સિજન લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. હાલ રાજકોટની બજારમાં કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. સામાન્યરીતે લોકો કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરતા હોય છે. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે. અત્યારના સમયમાં ડોક્ટર્સ પણ આયુર્વેદિક ઉપાયો કરવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે લોકો હવે કપૂરની પોટલી બનાવી સાથે રાખી રહ્યા છે. આ કપૂરની પોટલી બજારમાં ૪૦થી ૬૦ રૂપિયાની વહેંચાય છે. ફક્ત કપૂરની પોટલી જ નહીં પરંતુ લોકો કપૂરની અગરબત્તીની પણ ધૂમ ખરીદી કરી રહ્યા છે. કપૂર ૩-૪ પ્રકારના આવે છે. જેમાંથી હાલ ભીમસેન કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. તો સાથે જ પહેલા જે કપૂરના કિલોના ભાવ ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા હતા જે આજે વધીને ૧૭૦૦થી ૧૮૦૦ રૂપિયા ભાવ થઈ ગયો છે. 

બાઈટ : કાદર વ્હોરા (વેપારી)

જો તમારું ઑક્સિજન લેવલ નીચું જતું રહે તો કપૂરની બે ગોળી, એક ચમચી અજમા અને લવિંગનો ભુક્કો કરીને પોટલી બનાવીને સૂંઘવાથી ઑક્સિજન લેવલ ઊંચું રહે છે તેવું આયુર્વેદિક ડોક્ટરનું પણ માનવું છે.