મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે રાજકોટમાં પણ આવી જ એક અગમ્ય ઘટના બની બની હતી. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી ઘનરજની બિલ્ડિંગની બાલ્કની નીચે આવેલી દુકાન ઉપર ધરાશાયી થઈ હતી. જો કે ફાયરબ્રિગેડ દ્વારા બિલ્ડીંગના કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક જાણકારી મુજબ જે બિલ્ડિંગની બાલ્કની તૂટી તે જર્જરિત હાલતમાં હતી તેમ છતાં તેના સમારકામ માટે કોઈ કામ કરવામાં આવ્યું ન્હોતું જેના કારણે બાલ્કની તૂટીને નીચે રહેલી દુકાન પર પડી હતી. બાલ્કની તૂટવાના કારણે દુકાનમાં કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા અને રેસ્ક્યુન કામગીરી હાથ ધરી હતી. 

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નકલતા હોય છે જેના કારણે નીચે રહેલી દુકાનમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો હાજર હતા. અચાનક બાલ્કની તૂટી પડતા ઘણા લોકો દુકાનમાં ફસાયા હતા. કેટલાક લોકોએ ફાયરબ્રિગેડ પર આક્ષેપ લગાવ્યો હતો કે ઇમર્જન્સીમાં કોલ કર્યાના એક કલાક પછી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ આ સમગ્ર ઘટનામાં એક સારી બાબત એ છે કે આ ઘટનામાં કોઈ જાનમાલની હની થઈ નથી.