મેરા ન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં  બે દિવસ પૂર્વે હાર્દિકની સભામાં ભાજપની કલ્પના કરતા વધુ મેદની એકઠી થતા રાજકોટ ભાજપના હોદેદારોની ચિંતામાં વધારો  થયો છે અને હવે જાતજાતની રણનીતિઓ ઘડવામાં ભાજપ વ્યસ્ત થઈ ગયું છે.

        રાજકોટ સેલ્ફ ફાયનાન્સ  કોલેજ  એસોસિએશન  દ્વારા શનિવારે એક મહા મહિલા સંમેલન બોલવવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપવાના છે. આ કાર્યક્રમનું આયોજન  ડો. મેહુલ રૂપાણી સહીતના લોકો દ્વારા કરવામાં  આવ્યું છે અને આ કાર્યક્રમમાં રાજકોટની ખાનગી કોલેજને મહિલા સ્ટાફ મોકલવા માટે જણાવ્યું છે જો કે  ઘણી બધી ખાનગી કોલેજીસ દ્વારા તેમના મહિલા સ્ટાફને ભાજપનો કાર્યક્રમ છે જવું હોય તો જજો” તેવા  પ્રકારની સૂચના આપવામાં આવી છે. આ અંગે ડો. મેહુલ રુપાણી સાથે વાત કરતા તેમણે વાત કરતા જણવ્યું હતું કે આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી આ તો મહિલા માટેનો કાર્યક્રમ છે અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ એસોસીએશન દ્વારા આયોજિત છે. જોકે બીજી તરફ આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ હવે ભાજપમાં ચિંતા પ્રસરી ગઈ છે, જેના કારણે ભાજપ દ્વારા હવે દરેક પ્રકારના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરાતો હોવાની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.