મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ:  આગામી ફેબ્રુઆ૨ીમાં યોજાના૨ કોર્પોરેશન ચૂંટણીનાં ઉમેદવારો માટે ભાજપ દ્વારા આજે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અલગ અલગ 4 જગ્યાઓએ પ્રદેશનાં 3 નિરક્ષિકોએ દાવેદારો, કાર્યકરોને સાંભળ્યા હતા. 18 વોર્ડમાં અંદાજીત 700થી વધુ કાર્યકરો દ્વારા ઉમેદવારીનો દાવો કરાયો છે. 

૨ાજકોટ મહાનગ૨માં પ્રદેશ ભાજ૫ ત૨ફથી એક ઝોનમાં ત્રણ ની૨ીક્ષકોની ૫ેનલે સંભવીત ઉમેદવા૨ોને વોર્ડવાઈઝ સાંભળ્યા હતા. આ અંતર્ગત  ૨ાજકોટ મહાનગ૨ ખાતે શહે૨ ભાજ૫ દ્વારા વહેલી સવા૨થી જ શહે૨ના તમામ વોર્ડના કાર્યકર્તાઓને તબકકાવા૨ પ્રદેશ નિયુકત ની૨ીક્ષકો દ્વારા 4 ઝોનમાં સંભવિત ઉમેદવા૨ો અને કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવાયા છે. અને કોંગ્રેસ પણ ટૂંક સમયમા યાદી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે આ સેન્સ પક્રિયા પૂર્ણ થયા બાદ ગણતરીના દિવસોમાં ભાજપ દ્વારા પણ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ માટે ચૂંટણી લડવા માટે કાર્યકરો પોતે જુદી-જુદી રીતે સક્ષમ હોવાની સાબિતી નિરીક્ષકો સામે આપી રહ્યા છે.