મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટના અંબીકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી મોદી સ્કુલમાં ફી દબાણના મુદે અને ઓનલાઈન શિક્ષણ ના નામે ફીની ઉંઘાડી લુંટના વિરોધમાં 100થી વધુ વાલીઓ અને NSUI ટીમે વિરોધ દર્શાવી સ્કુલના પ્રિન્સિપાલને રજુઆત કરી હતી.

તમામ વાલીઓની મુખ્ય માંગ એ જ છે કે વાલીઓને વિશ્ર્વાસમા લીધા વગર ઓનલાઈન શિક્ષણ ચાલુ કેમ કરવામા આવ્યુ ? જ્યારે ફી નો મામલો હાઈકોર્ટમાં પેડીંગ છે તો ફી માટે વાલીઓને રૂબરૂ બોલાવીને કેમ દબાણ કરવામા આવે છે ? વાસ્તવિક શિક્ષણ ચાલુ થશે ત્યારે  તમામ વાલીઓ પોતાના બાળકને ફીના ચેક સાથે સ્કુલમાં પ્રવેશ કરશે તેવી ખાતરી પણ વાલીઓએ આપી હતી પંરતુ ઓનલાઈન શિક્ષણમા પોતાનુ બાળક 1% પણ અભ્યાસ ના કરતો હોવાથી તેઓ કોઈપણ પ્રકારની ફી નહી ભરે.તમામ વાલીઓ પોતાના બાળકને એક વર્ષ ડ્રોપ લેવા તૈયારી છે પંરતુ ઓનલાઈન શિક્ષણ ના નામે ફી નહી ભરે તેવો એક શુર દર્શાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે NSUI અને તમામ વાલીઓ મોદી સ્કુલ ખાતે રજુઆત કરવા પહોંચ્યા ત્યારે પ્રેસ મીડિયા અને પોલીસની હાજરીમા સ્કુલના સ્ટાફ દ્રારા વાલીઓના નામ લખવાનું ચાલુ કરવાથી વાલીઓ બીચક્યા હતા. મોદી સ્કુલ દ્રારા આવી રીતે વાલીઓને વ્હોટસએપમા ઓડીયો રેકોડીંગ દ્રારા સ્કુલ વિરુદ્ધ રજુઆત કે સુત્રોચાર કરશે તો વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની ધમકીઓ આપી છે.

વાલીઓએ અનેક વખત રજુઆતો કરવા છતા એક બીજાને ખો આપી વાલીઓ મુર્ખ બનાવી દેતા હોવાનો તેમજ ભુતકાળમાં રજુઆત કરવા સમયે સ્કુલે તાળુ મારીને ભાગ્યાનો  વાલીઓએ આક્ષેપ કર્યો હતો.

તમામ વાલીઓએ ઓનલાઈન શિક્ષણ પોતાના બાળકને નથી જોતું તેવુ લેખીત બાહેંધરીપત્રમા 300થી વધુ વાલીઓએ એક સાથે સહી સાથે સ્કુલના પ્રિન્સિપાલને રજુઆત સાથે આપ્યુ હતુ.

આજે NSUIના આગેવાનોએ વાલીઓના સમર્થનમાં રજુઆત કરી હતી અને વાલીઓ દરેક પ્રશ્ર્ને તાત્કાલિક નિરાકરણ માટે સ્કુલના પ્રિન્સિપાલને ઉગ્ર રજુઆત કરી હતી.જો આ મુદે કોઈ નિરાકરણ નહી આવે તો NSUI ઉગ્ર આંદોલન મોદી સ્કુલ વિરુદ્ધ કરશે.

જો કે રજુઆત સમયે જ પોલીસે NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, મીત પટેલ, અભિરાજસિહ તલાટીયા, મોહીલ ડવ,પાર્થ બગડા ,ભાવેશ વેકરીયા સહીતની અટકાયત કરી હતી.

આ રજુઆતમા વાલી આગેવાનો સુશીલ મણવર,નીલ ભાલોડી,આશિષ ગઢવી,અજય પાડલીયા,નયન પટેલ ,ધવલ પાડલીયા, દેવાંગ પરમાર, મનીષાબેન સહીત વાલીઓ જોડાયા હતા.