મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટથી જામનગર હાઇવે રસ્તા પર આવેલ પરા પીપળીયા ગામના પાટીયા પાસે મોટરકાર અને સ્કૂટર સવાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ખંઢેરી ગામા સરપંચનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ગામના સરપંચનું મોત થતાં આખા ગામમાં ચકચાર મચી ગઈ છે. સાથે જ લોકોના ટોળા પણ સ્થળ પર આવી ગયા હતા. પોલીસે બનાવની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટથી જામનગર તરફ જવાના હાઈવે પર એક ઘાતક અકસ્માત થયો છે. હાઈવે પરના પીપળીયા ગામના પાટીયા પાસે એક કાર અને સ્કૂટર વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સાથે સ્કૂટર ભટકાતા કારના પણ બોનેટ સહિતના ભાગોને નુકસાન થયું છે સાથે જ સ્કૂટર પણ કચ્ચરઘાણ વળ્યો હોવાની વિગતો મળી રહી છે. અકસ્માતમાં ખંઢેરી ગામના સરપંચનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામનાર હરેશભાઈ કાનાભાઈ સોનારા ખંઢેરી ગામના સરપંચ છે. તેમના અવસાનથી ખંઢેરી ગામના લોકોમાં ચકચાર મચી છે. બનાવ સંદર્ભે પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.